નિફ્ટ (NIFT) ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીના (GU) વિદ્યાર્થીઓએ આ વર્ષે પર્યાવરણને અનુકૂળ (Eco-Friendly) હોળી ઉજવી. વિદ્યાર્થી, ફેકલ્ટી અને એડમિન સ્ટાફે મળીને હોલિકા દહન ઉત્સવમાં ભાગ લીધો. હોલી દરમિયાન પરંપરાગત રંગોના ઉપયોગને બદલે ફૂલની પાંખડી વપરાઈ, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.
સંગીત અને નૃત્યના મધુર મિજાજ વચ્ચે વિદ્યાર્થીઓએ હોળીની ઉજવણી કરી. કેમ્પસ રંગબેરંગી પાંખડીઓ અને ઉત્સાહથી ભરી ગયો. આવા પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ પણ રજુ કર્યું.