નિફ્ટ (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી) ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ હોળી-ધૂળેટી પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી. કેમ્પસમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો, જ્યાં વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે હોળી દહન કરી શ્રદ્ધા વ્યક્ત કરી. બીજે દિવસે ધૂળેટીના પર્વે કેમ્પસ રંગોથી ગૂંજી ઉઠ્યો.
વિદ્યાર્થીઓએ વિવિધ રંગોથી રંગોળી બનાવી, સંગીત અને ડાન્સ સાથે મોજ મસ્તી કરી. રંગોની છંટકાવ સાથે મિત્રતા અને સૌહાર્દના પળો માણ્યા. કેમ્પસમાં થયેલા ઉજવણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
આ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પરસ્પર શુભેચ્છાઓ આપી અને પરંપરાગત રંગમાં રળાયા. કેમ્પસમાં રંગોની છોળો સાથે હર્ષ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો.