ગાંધીનગર: NIFTમાં પરંપરાગત, પર્યાવરણ સંરક્ષણની સંદેશા સાથે હોળી સેલિબ્રેશન યોજાયું. આ વર્ષે વિદ્યાર્થીઓએ રાસાયણિક રંગોનો ત્યાગ કરી કુદરતી રંગો દ્વારા હોળી રમીને પર્યાવરણ જાળવવાનો સંદેશો આપ્યો. આઉટડોર સેલિબ્રેશન દરમિયાન વિવિધ મ્યુઝિકલ અને ડાન્સ પરફોર્મન્સનું પણ આયોજન થયું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ એક સાથે આ ઉત્સવની ઉજવણી કરી અને પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવી.